Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલથી ગુજરાત યુનીવર્સીટીની પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરુ થશે,ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ પસંદ કરી શકાશે.

આવતીકાલથી ગુજરાત યુનીવર્સીટીની પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરુ થશે,ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ પસંદ કરી શકાશે.
અમદાવાદ: , મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:14 IST)
કોરોનાને કારણે ગુજરાત યુનીવર્સીટીની પરીક્ષા મોડા શરુ થઇ રહી છે ત્યારે આવતીકાલથી વિદ્યાર્થીઓ પરીક્ષા ફી અને ફોર્મ ભરી શકશે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ આપવામાં આવશે.માત્ર ઓનલાઈન વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું રહેશે.
 
કોરોનાને કારણે ગુજરાત યુનીવર્સીટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.ઓનલાઈન વિકલ્પ પસ્નાદ કરનાર વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું રહેશે.ઓનલાઈન પરીક્ષા ૫૦ માર્કસની જ રહેશે જેમાં ૫૦ માર્કસના MCQ હશે.દરેક MCQ માટે ૧ મિનીટ આપવામાં આવશે એટલે કે કુલ ૫૦ માર્કસની પરીક્ષા રહેશે.વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન,ટેબ્લેટ અથવા લેપટોપ પર પરીક્ષા આપી શકશે.બીએ,બીકોમ,બીસીએ,બીબીએ,બીએસસી,ઇનત્રીગ્રેટેડ લો,બીએડ,એમએડ,એલએલબી,એમએ અને એમકોમમાં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે.
 
ઓનાલાઈન પરીક્ષા માટે ૨ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.આ ઉપરાંત ગુજરાત યુનીવર્સીટી દ્વારા સેમેસ્ટર-૧ના વિવિધ પરીક્ષાઓના ફોર્મ અને ફી ભરવાની તારીખ જાહેર કરી છે.૨ ફેબ્રુઆરીથી પરીક્ષાના ફોર્મ અને ફી ભરી શકાશે.કોલેજ દ્વારા ૧૪ ફેબ્રુઆરી સુધી લેટ ફી વિના ફોર્મ અપલોડ કરવાના રહેશે અને લેટ ફી સાથે ૧૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ અપલોડ કરવાના રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ.- જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા