Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી: જાણો ક્યારે જાહેર થશે રિઝલ્ટ, આ રીતે જોઇ શકાશે પરિણામ

ગુજરાતના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી: જાણો ક્યારે જાહેર થશે રિઝલ્ટ, આ રીતે જોઇ શકાશે પરિણામ
, મંગળવાર, 31 મે 2022 (12:24 IST)
ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરશે.  મળતી માહિતી અનુસાર, એવી સંભાવના છે કે મીડિયા રિપોર્ટ્સના મુજબ ગુજરાત બોર્ડ દસમાની પરીક્ષાનુ પરિણામ (Gujarat Class 10th Result 2022) જૂન મહિનાના મઘ્ય એટલે કે 15 જૂન 2022ની આસપાસ જાહેર કરી શકે છે.  એ કૈંડિડેટ્સ જેણે આ વખતે ગુજરાત એસએસસી (GSEB Gujarat Board SSC Results 2022) ની પરીક્ષા આપી છે તેઓ પરિણામ જાહેર થયા પછી તેને સત્તાવાર વેબસાઈટ  પર ચેક કરી શકશે. 
 
 જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા 12મી એટલે કે એચએસસીનું સાયન્સનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે.  આ વખતે પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી રજુ કરવામાં  આવી નથી. 

આ વર્ષે આટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા 
ગુજરાત રાજ્યના દસમાની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે લગભગ દસ લાખ કૈડિડેટ્સ અરજી કરે છે. આ વખતે પણ સંખ્યા આની જ આસપાસ હોવાનુ અનુમાન છે. રાજ્યમાં 2500 સેંટર્સ પર પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. 
 
પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 ની વચ્ચે બધા કોવિડ પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખતા આયોજીત કરવામાં આવ્યા હતા. હવે સ્ટુડેંટ્સ પરિણામની રાહ જોઈ રહ્યા છે. 

 
આ રીતે ચેક કરે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ GSEB SSCનું  પરિણામ 
 
1. સૌ પ્રથમ, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગીન કરે.
 
2. ત્યારબાદ વિદ્યાર્થી હોમપેજ પર આપેલ લિંક GSEB SSC result 2022 અથવા GSEB Class 10 Result 2022 પર ક્લિક કરો.
 
3. વિદ્યાર્થીઓ અહીં તેમનો રોલ નંબર દાખલ કર્યા બાદ પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરી પરિણામ જોઇ શકશે.
 
4. સ્ક્રીન પર પરિણામ ખુલ્યા પછી, વિદ્યાર્થીઓ તેની પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી અને સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ બીજી જૂને કમલમ ખાતે ભાજપમાં જોડાશે