Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB 10th Result 2022 :ધોરણ 10નું પરિણામ જાહેર, રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

GSEB 10th Result 2022 :ધોરણ 10નું પરિણામ જાહેર, રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
, સોમવાર, 6 જૂન 2022 (08:26 IST)
GSEB Gujarat Board 10th Result 2022 : રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે.
 
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.
 
ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર
www.gseb.org વેબસાઇટ પર મુકાયુ પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રૂપાવટી રાજકોટ જિલ્લો-94.80 ટકા
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂબાવારી મુવાડા દાહોદ- 19.17 ટકા
294 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
 
ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ની પરીક્ષા (GSEB Class 10 Board Exams 2022)28 માર્ચ 2022 ના રોજ શરૂ થઈ હતી અને 9 એપ્રિલ 2022 ના રોજ સમાપ્ત થઈ હતી. દર વર્ષે લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
 
ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ની પરીક્ષા (GSEB Class 10 Board Exams 2022)28 માર્ચ 2022 ના રોજ શરૂ થઈ હતી અને 9 એપ્રિલ 2022 ના રોજ સમાપ્ત થઈ હતી. દર વર્ષે લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.
 
GSEB SSC પરિણામ 2022: પરિણામ કેટલા વાગે જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) આવતીકાલે 6 જૂને સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. ધોરણ 10માનું પરિણામ (GSEB SSC પરિણામ 2022) gseb.org પર રાત્રે 8 વાગ્યાથી જોઈ શકાશે.
 
How to Check GSEB Gujarat Board SSC 10th Result 2022ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક  કરો બોર્ડનું પરિણામ
 
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

પાસ થવા માટે કેટલા માર્કસની જરૂર છે -
 
ગુજરાત બોર્ડ મુજબ ધોરણ 10ની માર્કિંગ સ્કીમ નીચે મુજબ છે. પાસ થવા માટે, વિદ્યાર્થીઓએ થિયરી અને પ્રેક્ટિકલમાં ઓછામાં ઓછા 33 ટકા એકંદર માર્કસ મેળવવાના રહેશે, તો જ તેમને પાસ ગણવામાં આવશે. તેઓએ દરેક કોર્સમાં ઓછામાં ઓછો 'ડી' મેળવવો પડશે. જે ઉમેદવારોને પરિણામ સ્વરૂપે 'E1' અથવા 'E2' મળશે તેઓએ તેમનું પ્રદર્શન સુધારવા માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી જોઈએ

બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. થોડીવારમાં જ ઓવરઓલ પરિણામ આવશે. GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો 'D' ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ 'E1' અથવા ગ્રેડ 'E2' મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shiv Mantra- જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આ મંત્રોના જાપથી મળશે અનંત ફળ