Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ-10 નું આજે પરિણામ

webdunia
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે કસોટીનો દિવસ છે કારણ કે, આજે ગુજરાત સેકેન્ડરી બોર્ડનું ધોરણ 10 નુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વખતે બોર્ડમાં પ્રથમ ક્રમાંકે કોણ આવશે ? છોકરો કે પછી છોકરી ? તે અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે.
 
webdunia
 

ગુજરાત એસએસસી પરિણામ 2020, જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2020ને  examresults.net/gujarat/gseb-ssc-10th-resultgujarat.indiaresults.com પર જોઈ શકાય છે. 
 
શુ કરશો રિઝલ્ટ જોવા માટે 
 
સ્ટેપ 1 - www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2020, GSEB SSC Result 2020 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે 

ગયા વર્ષ (2019)જીએસઈબી એસએસસી પરીક્ષામા 66.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરીઓનુ પ્રદર્શન છોકરાઓ કરતા સારુ હતુ. 62.83% ટકા છોકરાઓની તુલનામાં 72.64% ટકા છોકરીઓ પાસ થઈ હતી. 
 
12 સાયંસનુ પરિણામ આવી ચુક્યુ છે. 
જીએસઈબીની 12 મી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 71.34% વિદ્યાર્થીઓ પાસ થયા છે.કુલ 1,16,643 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 1,16,494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. છોકરીઓની ટકાવારી 70.85 ટકા રહી અને છોકરાઓની ટકાવારી 71.69% રહી. બીજી બાજુ 36 શાળાઓમાં 100% પરિણામ આવ્યુ છે જ્યારે કે 68 શાળાઓનાં પરિણામો 10 % થી ઓછા છે.
હવે વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ પ્રવાહના પરિણામની રાહ જોઈ રહ્યા છે.
 
કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારે પહેલાથી જ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને આગલા વર્ગમાં પ્રમોટ કરી દીધા છે. 
 
વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 8 વાગ્યા ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. 

જાણો ક્યા જીલ્લાનુ કેટલુ આવ્યુ પરિણામ 
 
 
 
 

Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

ઘોરણ 10નું આજે પરિણામ, રિઝલ્ટ જોવા ક્લિક કરો