Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 10નું પરિણામ - ધોરણ 10નું પરિણામ 8 વાગે થશે જાહેર, આ રીતે ચેક કરો પરિણામ

10th result
, બુધવાર, 24 મે 2023 (18:49 IST)
GSEB SSC Result 2023 ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મી મેએ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે.
 
પરિણામ જોવા માટે ક્લિક કરો
સ્ટેપ 1 - www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે 
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો. 
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો
 
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.​​​​​​​​​​​​​​પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ravindra Jadeja IPL: RCB મા આવી જાવ Jaddu, ભગવાનની જેમ તમારી પૂજા કરીશુ, સર જડેજાના VIRAL ટ્વીટથી મચી સનસની