Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારનું પડીકુ વડી જતા 3 લોકોના મૃત્યુ

Dhrangadhra-Malwan Highway Accident
, સોમવાર, 18 માર્ચ 2024 (12:09 IST)
Dhrangadhra-Malwan Highway Accident
સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત થયો છે. જેમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત થયુ છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આ અકસ્માત થયો છે. તથા પોલીસે અકસ્માતનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જયો છે. અકસ્માતમા બે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તેમજ બે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. તથા એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું છે. માલવણ સીએનજી પંપ જોડે સર્જાયેલ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે.અગાઉ પણ સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુતિન 5મી વાર બન્યા રૂસના રાષ્ટ્રપતિ, જાણો લોકોમાં આટલા પ્રિય કેમ છે, કેવુ રહી અત્યાર સુધીની રાજનીતિક યાત્રા