Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં પથ્થરમારો-તોડફોડ

Nuh
, રવિવાર, 17 માર્ચ 2024 (09:26 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટરનેશનલ હોસ્ટેલ (એ-બ્લોક)માં આફ્રિકા, ઉઝબેકિસ્તાન, તાન્ઝાનિયા અને અફઘાનિસ્તાન સહિતના ઘણા દેશોના 10-12 વિદ્યાર્થીઓ તરાવીહ (નમાઝ) અદા કરી રહ્યા હતા, તે જ સમયે હિન્દુ સંગઠનના ગુંડાઓએ JSR ના નારા લગાવ્યા અને હથિયારોથી ફાયરિંગ કર્યું. રામના નામે હુમલો કર્યો! 200 જેટલા લોકોએ એક સાથે હુમલો કર્યો, 5 વિદ્યાર્થીઓ અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ! 3 કલાક પછી પણ પીડિતોના નિવેદન લેવા માટે કોઈ પોલીસ હોસ્પિટલે આવી નથી! વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2024 : કોણ ચૂંટણી ના લડી શકે અને કોણ મત ના આપી શકે?