Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવેથી અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, જાણો શું ભાવ નક્કી કરાયો

હવેથી અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, જાણો શું ભાવ નક્કી કરાયો
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (18:46 IST)
શક્તિપીઠમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણનું ખાસ મહત્વ રહેલું હોય છે. જેને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં માઈભક્તોને શિખર પર ચડાવવા માટેની ધ્વાજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોત વિધિ અને પૂજન સાથેની ધ્વજા મળી રહેશે. જેમાં અલગ અલગ મીટરની ધ્વજા માટે અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યાં છે.
 
5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા
અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. 1 ઓગસ્ટ 2024થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકશે. ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીએસસીએ સનદી સેવા માટે પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી