Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat Accident - પુત્રી સામે પિતાએ તોડ્યો દમ

road accident
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (19:24 IST)
સુરતમાં ગંભીર અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક અકસ્માત સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવ્યો છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોચાલકે એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા. 42 વર્ષીય ગોપાલભાઈ તેમની પુત્રી સાથે એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ધ્રુવ પાર્ક પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી આવતા ટેમ્પો (GJ-05- 8554) ચાલકે અચાનક જ અડફેટે લઈ લીધા અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ઘટના અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી ટેમ્પોચાલકની અટકાયત કરી છે. જ્યારે ઘરનો આધાર ગુમાવતા પરિવારના હૈયાફાટ રુદનથી માહોલ શોકમય બની ગયો હતો. 
 
એક્ટિવાચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પુત્રીને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાને પગલે તાત્કાલિક ગોપાલભાઈ અને તેમની પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યારે ઘટના સ્થળેથી ટેમ્પો કબજે કરી ડ્રાઇવરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. હાલ તો પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બુટલેગરો બેફામ, નજીવી બાબતે ચાકુથી હુમલો