Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fake IPS officer - નકલી IPSને અસલી પોલીસે ઝડપ્યો

fake IPS officer
, સોમવાર, 6 નવેમ્બર 2023 (09:22 IST)
fake IPS officer

surat news
Fake IPS officer Caught:  સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. જેમાં નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી નકલી IPS ઓફિસર ઝડપાયો છે. મોહમ્મદ શરમાઝ નામનો યુવક નકલી IPS બન્યો હતો. ત્યારે અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. આ નકલી આઈપીએસ ઓફિસર હકીકતે એક યુવક હતો. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. જો કે મહત્વની વાત એ હતી કે આ માણસની વર્દી તો આઈપીએસ અધિકારીની હતી પરંતુ ટોપી કોન્સ્ટેબલની હતી. સુરત પોલીસે તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કર્યા હતા.

નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ છે અને તે મૂળ બિહારનો વતની છે. સુરતમાં તે ઉધના વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે. મહત્વનું છે કે પોલીસ એક અન્ય મામલે તપાસ કરવા ગઈ હતી ત્યારે આ નકલી અધિકારી તેમની નજરે ચડી ગયો હતો. તેની ચાલચલગત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી અને તેમાં આ આખો મામલો સામે આવ્યો હતો. આ મામલે વિશેષ માહિતી અનુસાર પોલીસ સ્ટાફ સુરતના ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસને આ નકલી આઈપીએસ નજરે પડતા શંકા જણાઈ હતી. પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર વાતનો ભાંડો ફૂટી જતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામ ના ઈસમની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs SA Live score - ભારત અને સાઉથ આફ્રિકા આમે સામે, વિરાટ માટે ખાસ દિવસ