Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમિક્રોનનો ડર પણ, ના માસ્ક, ના સોશિયલ ડિસ્ટેંશિંગ સુરતમાં ભારે બેદરકારી

ઓમિક્રોનનો ડર પણ, ના માસ્ક, ના સોશિયલ ડિસ્ટેંશિંગ સુરતમાં ભારે બેદરકારી
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (14:34 IST)
ઓમિક્રોન વાયરસના ભારતમાં ગુજરાત સહિત પાંચ કેસ નોંધાયા છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનના પ્રથમ કેસ મળ્યુ હતું. ઓમિક્રોનની રાજ્યમાં એંટી થતા તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે અને આગામી સમયમાં જો નિયમોનુ પાલન ન કરાય તો દંડ પણ કરવામાં આવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. 
 
સુરતના સહારા દરવાજા વિસ્તામાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે.
 
ગુજરાતમાં ઓમિક્રોન 
તમને જણાવીએ કે ઝિમ્બાબ્વેથી પરત ફરેલા ગુજરાતના જામનગર શહેરના 72 વર્ષીય વૃદ્ધને કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે. ઝિમ્બાબ્વે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં સામેલ છે. ગુજરાતના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ પુષ્ટિ કરી હતી કે જામનગર શહેરનો સંબંધિત વ્યક્તિ કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ 28 નવેમ્બરે ઝિમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો અને 2 ડિસેમ્બરે કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું, જેના પછી તેના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
 
મુંબઈમાં ઓમિક્રોન 
કોરોનાવાયરસ ઓમિક્રોન વેરિઅન્ટઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે દસ્તક આપી છે. મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં વિદેશથી આવેલા એક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના નિર્દેશકે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે ગુજરાતમાં એક 72 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો.
 
દિલ્હીમાં ઓમિક્રોન 
દિલ્હીમાં ઓમિક્રૉનનો પહેલો કેસ નોંધાયો છે.
 
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું,"17 પૉઝિટિવમાં 12 યાત્રીઓના સૅપમ્લ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા અને તાન્ઝાનિયાથી આવેલા એક યાત્રીનો ટેસ્ટ ઓમિક્રૉન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે."દિલ્હીમાં પ્રથમ ઓમિક્રોન કેસ પ્રકાશમાં આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Snowfall- ઉત્તર ભારતના ઉતરાખંડ અને જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા