Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં રાહુલ ગાંધીનું પૂતળા દહન: હિન્દુઓની લાગણી દુભાવી; VHP

rahul gandhi
, બુધવાર, 3 જુલાઈ 2024 (13:37 IST)
rahul gandhi
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા બાપુનગર ચાર રસ્તા ઉપર રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં સત્તા પક્ષ તથા વિરોધ પક્ષની ટીપ્પણીના ઘમાસાન વચ્ચે થયેલા વિવાદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ બાપુનગર જિલ્લાના બજરંગદળ સંયોજક સાગરભાઈ જટિયાનાં અધ્યક્ષ સ્થાનેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

વિરોધને લઈને VHP સહ મંત્રી ધિમંતભાઈ શેઠે વાતચીત કરતા જણાવ્યું હતું આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ સામે સૂત્રોચ્ચારો કરી રાહુલ ગાંધીના પૂતળાદહન કરવામાં આવ્યું છે. આ અંગે પૂર્વ વિભાગ અધ્યક્ષ બિપીનભાઈ પંચાલની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે વૈશ્વિક હિન્દુ સમાજના અપમાન બાબતે પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે વિરોધ પ્રદર્શનમાં પોલીસ પ્રશાસન દ્વારા રાજેશભાઈ ભાવસાર, ચિંતનભાઈ લોઢા, અજય ગોસ્વામી, સાગરભાઈ જટિયા તથા ધિમાંતભાઈ શેઠને સહિતના કર્યકરોને ડીટેઈન કરી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતાં અને અવસર વીત્યે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલ ન હોય તેમને મુક્ત કરવામાં આવ્યા હતાં

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં ચાર બેગમ, તોય પણ હસૈન હિંદુ છોકરીથી લગ્ન કર્યુ, CCTV લાગેલા બેડરૂમમાં મિત્રોને બોલાવી કરતો હતો