Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવતાં ABVPના ઉગ્ર દેખાવો, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

abvp ahmedabad news
, મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (13:52 IST)
abvp ahmedabad news
 
હોસ્ટેલમાં ગેરકાયદેસર રહેતાં અસામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદની માંગ
યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને ખુલાસાદર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેઃ ABVP
 
Ahmedabad News -  ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતાં ગઈકાલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ મુદ્દાને લઈને ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈને કુલપતિની ચેમ્બર તરફ જવાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેટ બંધ કરાતા જ ઉગ્ર દેખાવો શરૂ થયાં હતાં. ABVPના કાર્યકરોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનો છોડ મળવાને લીધે તેમજ અનેક ગેરરીતિઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 
 
ગાંજાના છોડ મળી આવવા અત્યંત શરમજનક બાબત 
ABVPના મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે, રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હજારો વિધાર્થીઓની કારકિર્દીનું કેન્દ્ર સ્થાન રહ્યું છે. યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ ડી બ્લોક હોસ્ટેલમાં ગાંજાના છોડ મળી આવેલ છે. યુનિવર્સિટીની હોસ્ટેલ માં 5.5 ફૂટ અને 6.5 ફૂટના ગાંજાના છોડ મળી આવવા અત્યંત શરમજનક બાબત છે. યુનિવર્સિટીની હોસ્ટેલ અસામાજિક તત્વોની આશ્રય સ્થાન બની ગઈ હોય તેવું સ્પષ્ટપણે જણાઇ આવે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ ના કરતા હોય તેવા અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલોમાં નિવાસ કરી અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઇ રહ્યા છે.
 
ABVP દ્વારા વ્યાપક વિધાર્થી હિતમાં આંદોલન કરાશે
હોસ્ટેલોમાં યુનિવર્સિટી દ્વારા સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ કરિયાદ કરવામાં આવે ઉપરાંતમાં યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને ખુલાસાદર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરી યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ રોળતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો વિધાર્થી હિતમાં અને વિધાર્થી સુરક્ષામાં ઉપર્યુક્ત પગલા નહીં લેવામાં આવે તો ABVP દ્વારા વ્યાપક વિધાર્થી હિતમાં આંદોલન કરવામાં આવશે તેની સમગ્ર જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનો નિધન હાર્ટા એટેકથી મોત