Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય- બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ નહિ

ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય- બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ નહિ
, બુધવાર, 26 જુલાઈ 2023 (10:45 IST)
Big decision of Gujarat University- અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. તેના પછી ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય લીધુ છે. હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓ, અધ્યાપક અને વિદ્યાર્થીઓના વાહન પર સ્ટીકર લગાવવામાં આવશે. જે વાહન પર સ્ટીકર ચોંટેલા હશે તેને જ એંટ્રી મળશે. 
 
6માંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના 6 દરવાજા છે, જેમાંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે. કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ અને એલ.જી એન્જિનિયરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો જ લોકોની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવશે વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટિકર આપવામાં આવશે, જેના આધારે તે પ્રવેશ મેળવી શકશે. 
 
આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ સ્ટિકર હશે, તેને જ યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે. બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુખ્ય 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે, બાકીના બંધ કરી દેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindon River Viral Video - હિંડન નદીના પૂરના કારણે નોઈડામાં ડૂબી ઓલા કંપનીની 350 ગાડીઓ, વીડિયો વાયરલ