Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાથી પ્રથમ IPS અધિકારી DIG મહેશ નાયકે અંતિમ શ્વાસ લીધા

ગુજરાતમાં કોરોનાથી પ્રથમ IPS અધિકારી DIG મહેશ નાયકે અંતિમ શ્વાસ લીધા
, શનિવાર, 10 એપ્રિલ 2021 (13:16 IST)
કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યો છે. અને કોરોનાને કારણે અનેક પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેમનું મોત નીપજ્યું હતું.નોંઘનીય છે કે એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પીડાતા હતા.ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે સેવાઓ બજાવી હતી. તેઓ તાપી જિલ્લા પોલીસવડા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું