Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના અપડેટ : 22 હજારથી વધુ દરદીઓ, 1400થી વધુ મૃત્યુ

ગુજરાત કોરોના અપડેટ : 22 હજારથી વધુ દરદીઓ, 1400થી વધુ મૃત્યુ
, શનિવાર, 13 જૂન 2020 (06:48 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 495 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક વધીને 22562 થઈ ગયો છે. તો આ દરમિયાન વધુ 31 દરદીઓનાં મૃત્યુ નોંધાતાં રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓનો કુલ મૃતાંક 1416 થઈ ગયો છે.
 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ૩૨૭, સુરત ૭૭, વડોદરા ૩૭, મહેસાણા ૭, ગાંધીનગર ૫, રાજકોટ ૫, ભરૂચ ૫, કચ્છ ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, નવસારી ૪, પંચમહાલ ૩, ભાવનગર ૨, સાબરકાંઠા ૨, પાટણ ૨, જામનગર ૨, અમરેલી ૨, બનાસકાંઠા ૧, અરવલ્લી ૧, નર્મદા ૧ કેસ નોંધાયો હતો.
 
હાલ કોરોનાનાં કુલ 5645 એક્ટિવ કેસો છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5577 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી-પાટણ-ભરૂચ-અન્ય રાજ્યમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 48 કલાકમાં સત્તાવાર ચોમાસુ બેસરે, ભારે વરસાદની આગાહી,