Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ગત પાંચ વર્ષમાં ક્રાઇમ રેટ ઘટી ગયો?

ગુજરાતમાં ગત પાંચ વર્ષમાં ક્રાઇમ રેટ ઘટી ગયો?
, રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (10:48 IST)
તાજેતરમાં એનસીઆરબી દ્વારા ભારતમાં ક્રાઇમ-2021નો ડેટા રજૂ કરાયો છે. બાદમાં શનિવારે ગુજરાત સરકારે માહિતી આપી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016માં ક્રાઇમ રેટ 16.5 હતો, જે વર્ષ 2019માં 11.9 થયો હતો.
 
અહેવાલ મુજબ, સરકારે ક્રાઇમ રેટ ઘટવા પાછળ 'વિશ્વાસ સીસીટીવી સર્વેલન્સ પ્રોજૅક્ટ' અને ગુજસીટોક, લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ જેવા કાયદાને શ્રેય આપ્યું છે.
 
એનસીઆરબીના ડેટાને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું પાછળ છે.
 
આ પ્રકારના ગંભીર ગુનાઓમાં દેશનાં કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 31માં સ્થાને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dumka Rape Case: દુમકામાં ફરી ક્રૂરતા, સગીરા સાથે બળાત્કાર, પછી ઝાડ પર મળી લટકતી લાશ