Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

harsh sanghav
, શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (13:06 IST)
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધણીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
 
 આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાની જનસભામાં સંબોધતા કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે લોકો સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમણે નેતાઓ ઉપર પ્રહારો કરતા એવા શબ્દો બોલી નાખ્યા હોય છે કે જેને લઈને રાજકારણ ઘરમાં જતો હોય છે. ગોપાલ ઇટાલીયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને બુટલેગર તરીકે સંબોધવામાં આવ્યો હતો ત્યારે પણ રાજકીય રીતે ખૂબ જ માહોલ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ફરી એક વખત હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જે રીતે ગુજરાતની અંદર સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના કારણે રાજકીય પક્ષીઓ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાની તક છોડતા નથી. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શિક્ષણના મુદ્દે કાયદા વ્યવસ્થાના મુદ્દે દારૂના વેચાણ મુદ્દે અને ડ્રગ્સના વેચાણને લઈને સતત પ્રહારો કરતી રહે છે.ગોપાલ ઇટાલીયા એ તાજેતરમાં સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહ મંત્રી ડ્રગ્સ સંઘવી નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. પ્રતાપ જીરાવાલા નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલીયા વિરોધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરી છે.
 
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલીયા વિરોધ ફરિયાદ દાખલ થઈ છે. ગોપાલ ઇટાલીયા દ્વારા રાજ્યના ગૃહ મંત્રીને હર્ષ સંઘવી ને બદલે ડ્રગ્સ સંઘવી બોલતા આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ હર્ષ સંઘવી માટે બોલાયેલા શબ્દને લઈને ફરિયાદ દાખલ કરાવી છે. ઉમરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat : બળાત્કારના બે ગુનામાં આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા