Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘તમે મારો ડાન્સ જોવા અમદાવાદ આવો" યુવકોને ડાન્સ જોવા બોલાવીને તેમને નગ્ન કરીને વીડિયો ઉતારતી ને પછી લૂંટી લેતી ડાન્સર યુવતી

Dancer lady
, ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:48 IST)
યુવાનોને સેક્સના નામે બ્લેકમેઈલ કરતી ડાન્સરની ધરપકડ કરાઈ
યુવકોને ડાન્સ જોવા બોલાવીને તેમને નગ્ન કરીને વીડિયો ઉતારતી ને પછી લૂંટી લેતી ડાન્સર યુવતી તથા તેના સાથીદારોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડીની જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છેય આ ટોળી સામે નોંધાયેલી ત્રણેય ફરિયાદોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળે છે. આ ટોળીનો ભોગ બનેલા પ્રતાપભાઈ ગોહિલ બાવળામાં એક જાહેર પ્રોગ્રામ જોવા ગયા ત્યારે સંજના પરમાર નામની ડાન્સર યુવતી સાથે તેમની મુલાકાત થઈ હતી. પ્રતાપભાઈએ પોતાનો નંબર સંજનાને આપ્યો હતો. 16 ઓગષ્ટના રોજ સંજનાએ પ્રતાપભાઈને ફોન કરીને ‘તમે મારો ડાન્સ જોવા અમદાવાદ આવો’ એવું કહીને બોલાવ્યા હતા. 
સંજનાએ પ્રતાપભાઈને રામોલમાં અદાણી સર્કલ બોલાવ્યા હતા. પ્રતાપભાઈ તેમની કાર લઈને પહોંચ્યા હતા અને સંજનાને ફોન કરતાં તે રિક્ષામાં આવી પહોંચી હતી. બાદમાં કાર પાર્ક કરીને પ્રતાપભાઈ રિક્ષામાં તેની સાથે રવાના થયા હતા. ગત્રાડ જવાના રસ્તા પર અન્ય એક વ્યક્તિ પણ રિક્ષામાં ગોઠવાઈ હતી. રસ્તામાં સંજનાએ રીક્ષા ઉભી રખાવી હતી અને પ્રતાપભાઈને નજીકના ખેતરમાં લઈ ગઈ હતી. તેણે પ્રતાપભાઈને કપડાં ઉતારીને નગ્ન કર્યા હતા. એ જ વખતે રીક્ષાનો ડ્રાઈવર અને પછી બેઠેલી વ્યક્તિ ત્યાં આવી ગયાં હતાં. 
તેમણે પ્રતાપભાઈને નગ્નાવસ્થામાં જ ઢોરમાર મારીને રૂપિયા 1.80 લાખનાના દાગીના લૂંટી લીધા હતા. સંજનાએ નગ્નાવસ્થામાં જ તેમનો વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી દેશે એવી ધમકી આપીને રિક્ષામાં ભાગી ગયાં હતાં. આ ઘટના અંગે પ્રતાપભાઈએ 27 નવેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા ખાતેના રિલાયન્સ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 3 નાં મોત