Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયુ વાવાઝોડું live - જાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન પરા ત્રાટકી શકે છે વાવાઝોડુ..

વાયુ વાવાઝોડું live - જાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન પરા ત્રાટકી શકે છે વાવાઝોડુ..
, બુધવાર, 12 જૂન 2019 (15:25 IST)
જે વાવાઝોડાને લઈને ગુજરાતમાં સૌ કોઈ ચિંતામાં છે તે વાયુ વાવાઝોડુ આગામી 24 કલાકમાં ગુજરાતમાં ગમે ત્યારે ત્રાટકી શકે છે.   દરેકના મનમાં એ ઉત્સુકતા છે કે આ વાવાઝોડું ક્યારે ગુજરાતમાં ત્રાટકશે.   વેબદુનિયાના પાઠકો માટે વિશેષ આ માહીતી લાવ્યા છે.  windy.com મુજબ આ વાવાઝોડુ સૌ પહેલા 13 જૂનની વહેલી સવારે 3 વાગ્યે વલસાડ પર ત્રાટકશે અન ત્યાર્બાદ 5 વાગ્યા સુધીમાં 165 કિમીની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલાૢ પીપાવાવમાં પ્રવેશશે.  અને 8 વાગ્યે વેરાવળ, માંગરૉળ અને માળિયામાં ત્રાટકશે. 
 
આ વાવાઝોડુ 12 જૂનની રાત્રે 12 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે ફૂંકાવાની આગાહી છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
- હવામાન વિભાગ મુજબ વાવાઝોડું સૌથી પહેલા દીવ અને સોમનાથ પર ત્રાટકશે 
-  બુધવારે રાત્રે 12-00 વાગ્યે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે
-  ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમા સૌથી પહેલું વાવાઝોડું ત્રાટકશે
-  દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં ત્રાટકશે
- બુધવારે રાત્રે થોડો સમય ખંભાતના અખાત તરફ વાવાઝોડું પ્રયાણ કરશે
-  વાવાઝોડાંની દિશા બદલાઇ નહીં ગુજરાતના ભારે નુકશાન થવાની સંભાવના
-  બુધવારે ભાવનગર, ભરુચ, વડોદરામાં વાવાઝોડુ ત્રાટકી શકે છે
-  બુધવારે રાત્રે કે સવારે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં આવી શકે વાવાઝોડું 
-  ભાવનગર અને મોરબીના કેટલાક ભાગમાં પણ વાવાઝોડું અસર કરશે 
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ દિવસ ખુબ મહત્વના રહેશે 
 
આ વિસ્તારોને અસર વધુ નહી.. 
 
વર્તમાન સ્થિતિ જોતા વાવાઝોડું તિવ્રતા ઘટવાની સંભાવના ઓછી
13 જૂનના વહેલી સવારે ગુજરાતમાં 12 જિલ્લાને વાવાઝોડું અસર કરી શકે છે
13 જૂનના બપોરે 12-00 વાગ્યા સુધી વાવાઝોડાંની અસર રહી શકે છે 
13 જૂનના બપોર બાદ વાવાઝોડાની તિવ્રતા ઓછી થઇ જશે
12 જૂનના રાત્રીના સમયથી 13 જૂનની સવાર સુધી વાવાઝોડું ત્રાટકી શકે છે
વાવાઝોડું ગુજરાતના કિનારે આવશે ત્યારે 100 કીમી સુધીની તિવ્રતા હશે
વાવઝોડું ગીર સોમનાથથી ઉત્તર કચ્છ તરફ પણ આગળ વધી શકે છે
 
 
વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને હાઇ ઍલર્ટ બનાવાયો: વિજય રૂપાણી