Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કેડરના IAS હાર્દિક સતીશચંદ્ર શાહ PM મોદીના અંગત સચિવ બન્યા

ગુજરાત કેડરના  IAS હાર્દિક સતીશચંદ્ર શાહ PM મોદીના અંગત સચિવ બન્યા
, શુક્રવાર, 31 જુલાઈ 2020 (10:57 IST)
આઇએએસ અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાણકારી મંત્રાલયના એક આદેશ દ્વારા મળી છે. ગુજરાત કેડેરના 2010 બેંચના આઇએએસ અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહ હાલમાં પીએમઓમાં ઉપ સચિવ તરીકે કાર્યરત છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક સતીશચંદ્ર શાહને કો-ટર્મિનસના આધારે વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે સતીશચંદ્ર શાહ ગત વર્ષે જ પીએમઓ સાથે જોડાયા હતા. હાર્દિક સતીશચંદ્ર શાહ 2017માં પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેના પ્રાઇવેટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. પછી તે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરન અંગત સચિવ તરીકે કાર્યરત હતા. 
 
હાર્દિક સતીશચંદ્ર શાહ પહેલાં વડાપ્રધાન મોદીના અંગત સચિવ રાજીવ ટોપનો હતા. રાજીવ ટોપનો 1996 બેંચના આઇએએસ અધિકારી છે અને ગત જૂન મહિનામાં તેમને વર્લ્ડ બેંકમાં એક્ઝૂકેટિવ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. રાજીવ ટોપનો પીએમઓમાં લગભગ 11 વર્ષ સુધી રહ્યા. તે વર્ષ 2009માં પીએમઓમાં આવ્યા હતા. પહેલાં તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કામ કર્યું હતું. પછી જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો તેમણે રાજીવ ટોપનોને પોતાના અંગત સચિવ બનાવ્યા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના નવા DGP પદે આશિષ ભાટિયા નક્કી, DGP શિવાનંદ ઝા લેશે નિવૃત્તિ