Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નદી-તળાવમાં દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓએ વિરોધમાં બ્રિજ પર મુકી દીધી મૂર્તિઓ

નદી-તળાવમાં દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓએ વિરોધમાં બ્રિજ પર મુકી દીધી મૂર્તિઓ
, ગુરુવાર, 30 જુલાઈ 2020 (15:46 IST)
ગુજરાતમાં ગત 10 દિવસથી શ્રદ્ધાપૂર્વક થઇ રહેલા દશામાના વ્રત બુધવારે છેલ્લો દિવસ હતો. વ્રતની સમાપ્તિ પર જાગરણ સાથે દશામાની પ્રતિમાઓને નદી તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. જોકે આ વર્ષે કોરોનાના લીધે મહાનગરપાલિકાએ દશામાની મૂર્તિઓને વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રદ્ધાળુઓને વહિવટીતંત્રએ કૃત્રિમ તળાવ બનાવવાની માંગ કરી હતી. પરંતુ પરવાનગી મળી નહી. તેના લીધે અમદાવાદમાં શ્રદ્ધાળુઓએ વિરોધના સ્વરૂપમાં દશામાની મૂર્તિઓ વિભિન્ન બ્રિજના છેડે મુકી દીધી. 
 
વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે કોરોનાની મારામારીના લીધે શ્રાવણ માસમાં સ્નાન અને દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાલિકા તરફ તેના માટે નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું હતું. તેના લીધે શ્રદ્ધાળુ દશામાની મૂર્તિના વિસર્જન માટે અલગ અલગ કૃત્રિમ તળાવ બનાવવાની માંગી કરી રહ્યા હતા પરંતુ વહિવટી તંત્રએ માંગ સ્વિકારવાની મનાઇ કરી દીધી હતી. દશામાની મૂર્તિઓ વિસર્જન માટે પોતાની જિદ પર અલગ હતા અને તેના માટે 5000 રૂપિયા દંડ ભરવા માટે પણ તૈયાર હતા. 
 
તો બીજી તરફ શહેરના સંજયનગર અને કિશનવાડીના રહેવાસીઓએ મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કાજે તે નદી તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરશે. તેના માટે તે વહિવટે તંત્ર દ્વાર લગાવવામાં આવેલા 5000 રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર હિંદુ સંગઠન દશાની મૂર્તિઓ એકત્ર કરીને મહિસાગર નદીમાં વિસર્જન કરવાની તૈયારીમાં લાગી ગયું છે. જોકે વહિવટીતંત્રએ શહેરના તળાવો અને નદીના ઘાટ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્ય સરકારે જાહેર કરી અનલોક-3ની ગાઈડલાઈન