Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાના 73 પોઝિટિવ કેસ, 6ના મોત, 5 રિકવર

ગુજરાતમાં કોરોનાના 73 પોઝિટિવ કેસ, 6ના મોત, 5 રિકવર
અમદાવાદ: , મંગળવાર, 31 માર્ચ 2020 (11:50 IST)
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે સુરત-રાજકોટમાં એક-એક નવા કેસ નોધાયા હતા, જ્યારે આજે અમદાવાદ-1 અને ગાંધીનગરમાં નવા કેસ નોંધાતાની સાથે જ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 73 થયા છે. અમદાવાદના 55 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અન્ય એક ગાંધીનગરની 32 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 25 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 3 લોકો રિકવર થયા છે. જ્યારે સુરતમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 1 વ્યક્તિને રિકવરી થઇ છે. જ્યારે ભાવનગરમાં 6 કેસ નોધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. 
 
 
તો બીજી તરફ ગાંધીનગર 9, વડોદરા 9 , રાજકોટ 10, કચ્છ 1, ગીર સોમનાથ 2, પોરબંદર 1, મહેસાણા 1 એક નોંધાયો છે. આ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 73 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો રિકવર થયા છે. 
 
હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઈન કુલ 19000 લોકો છે. આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમં આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

860 લોકોને નિઝામુદ્દીન તબલીગી મરકજથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, 300 લોકો હજુ પણ બિલ્ડિંગમાં