Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોના પોઝિટિવ 69 કેસમાંથી બે દર્દી સાજા થયા: આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ 69 કેસમાંથી બે દર્દી સાજા થયા: આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ
, સોમવાર, 30 માર્ચ 2020 (13:40 IST)
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. તેમજ ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં છે. દેશભરમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકાડાઉનની અસર જોવા મળી છે.
જોકે ઘણા ભાગો હજી પણ એવા છે જ્યાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. ત્યાં પોલીસ લોકોને સમજાવીને લોકડાઉન પાળવા સમજાવી રહી છે. બનાસકાંઠાના લાખણી ગામમાં દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે. પશુ આહારની દુકાન બહાર ભીડ જામી હતી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છેકે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છેકે, ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં 5  પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા છે.
ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં દરરોજ 99 લાખ લોકોનો હેલ્થ સર્વે, 6 દિવસમાં 5 કરોડ 90 લાખથી વધુનો સર્વે પૂર્ણ