ગુજરાતમાં કોરોનાએ ત્રીજા વ્યક્તિનો ભોગ લીધો, રાજ્યમાં હવે પોઝિટિવ કેસ 43 થયાં

ગુરુવાર, 26 માર્ચ 2020 (12:16 IST)
કોરોના વાઈરસે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 19567 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન અને 124 વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી 147 વ્યક્તિ સામે એફઆઈઆર નોઁધવામાં આવી છે.
રાજ્યમાં તમામ લોકોનો સર્વે હાથ ધરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં સહયોગ લેવાઈ રહ્યો છે. આની માહિતી Techo એપ દ્વારા IDSP મેળવાય રહી છે, જેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લેવાઈ રહ્યા છે. અત્યાર સુધી 2,07,91,428 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે.
જે પૈકી 23698 વ્યક્તિઓએ ઈન્ટરસ્ટે અને 5803 વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કરેલ 86 વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્પલાઈન 104 પર વ્યક્તિઓ મદદ માંગી અને માહિતી મેળવી હતી. અત્યાર સુધી 15 હજારથી વધારે કોલ આવ્યા હતા અને પોતાના લક્ષણોની વિગતો આપે તો તેમને નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી રાસવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 298 લોકોને સારવાર આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ મોટી ખબર - સિંગાપુરમાં 3 વર્ષની ભારતીય બાળકી પણ Corona પૉઝિટિવ