Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કેસ વધ્યા તો બીજી તરફ રિકવરી ઘટ્યો, ગ્રાફ જોતાં આગામી દિવસો ડરામણા હોઇ શકે છે

ગુજરાતમાં કેસ વધ્યા તો બીજી તરફ રિકવરી ઘટ્યો, ગ્રાફ જોતાં આગામી દિવસો ડરામણા હોઇ શકે છે
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (10:01 IST)
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. કોરોનાના ફૂંફાડાએ ફરી એકવાર તંત્રની ચિંતા વધારી દીધી છે. જેના લીધે ઘણા મોટા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રાજ્યના મોટા મંદિરોમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં સતત કોરોના કેસ વધ્યા છે તો બીજી તરફ રિકવરી રેટ ઘટી રહ્યો છે. 20 દિવસમાં 9.80 એટલે કે 10 ટકા જેટલો ઘટાડો થયો છે. 98.31થી ઘટીને 87.58એ ગગડ્યો છે. 
 
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે જ્યારે ત્રીજી લહેર પીક પર આવશે ત્યારે દરરોજ 1 લાખથી વધુ કેસ નોંધાશે. ત્યારે રિકવરી રેટમાં મોટો ઘટાડો નોંધાઇ શકે છે. 1 જાન્યુઆરીએ રિકવરી રેટ 98.31 હતો તે આગામી દિવસોમાં ઘટીને 65 ટકાની આસપાસ આવી સહ્કે છે. 
 
ત્રીજી લહેરની શરૂઆતમાં જ દરરોજ રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 21 થી વધુ લોકો નોંધાઇ રહ્યા છે જ્યારે સાજા થનારાની સંખ્યા ઘટી છે. નવા વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરીએ રિકવરી રેટ 98.31 હતો,. જેમાં ઘટાડો થઈને 2જીએ 98.22 થયો હતો. 3જીએ 98.09 થયો હતો.
 
4 જાન્યુઆરીએ રિકવરી રેટ 97.85 થયો હતો, જેમાં ઘટાડો થઈને 5મીએ 97.49 થયો હતો. ક્રમશઃ એમાં ઘટાડો થયો હતો અને 6ઠ્ઠીએ 97.10 થયો હતો. તો 7મીએ 96.62 ટકા, 8મીએ 96.14 ટકા, 9મીએ 95.59 ટકા અને 10મીએ 95.09 ટકા રિકવરી રેટ થઈ ગયો હતો.
 
11મી જાન્યુઆરીએ રિકવરી રેટ 97.85 થયો હતો, જેમાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો હતો અને 12મીએ 93.92 ટકા, 13મીએ 93.23 ટકા, 14મીએ 92.73 ટકા, 15મીએ 92.39 ટકા, 16મીએ 92.04 ટકા, 17મીએ 91.42 ટકા થયો હતો. 18મીએ 90ની સપાટીથી ઘટીને 90.61 થયો હતો અને 19મીએ 89.67 થયો હતો. 20મી જાન્યુઆરીએ ઘટીને 88.51 થયો હતો. તો 21મી જાન્યુઆરીએ ઘટીને 87.58 થયો છે.
 
ઉપરોક્ત આંકડા પર નજર કરતાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે ગત 20 દિવસોમાં કયા પ્રકારે કેસ વધી રહ્યા છે અને તેની સામે રિકવરી રેટ ઘટી રહ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 21,225 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 16 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9245 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10215 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ 22 હજાર 778 અને રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે.
 
રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે જ્યારે 116691 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત આજે 8,95,730 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. રાજ્યનો રિકવરી રેટ 87.58 ટકા છે. 
 
રાજ્યમાં આજે 2 લાખ 10 હજાર 600 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 60 લાખ 39 હજાર 803 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનના ભંડોળથી ચાલતી ફેક ન્યૂઝની ફેક્ટરીઓ ભારતે લગામ કસી, 35 યુટ્યૂબ ચેનલો અને વેબસાઇટ બ્લોક કરી