Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona in Gujarat - રાજ્યમાં વધતા જતા કોરોના કેસથી સરકાર એલર્ટ મોડ પર, અમદાવાદમાં એક જ દિવસમાં 88 કેસ

corona testing
, શનિવાર, 7 જૂન 2025 (09:39 IST)
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે આરોગ્ય વિભાગે જાહેર કરેલી વિગત પ્રમાણે  ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યારસુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજે 60 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાઇરસ ઓમિક્રોનના પેટાટાઈપ વેરિયન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
 
અમદાવાદમાં કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 559 જેટલા કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 374 જેટલા કોરોનાના કેસો હજી એક્ટિવ છે
 
સુરતમાં રોજબરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ 8 દર્દીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે. આ 8 દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને ત્રણ હોમ આઈસોલેશનમાં છે
 
રાજકોટમાં આજે(6 જૂન) કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, સામે 7 દર્દી સાજા થયા છે. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે. 
 
વડોદરા શહેરમાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાતા કુલ સંક્રમણના કેસોનો આંકડો 17 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસોમાં બિલ, ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવા યાર્ડ, છાણી, સુદામાપુરી અને સવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે

આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાઈ છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. નવા કેસ નોંધાતાંની સાથે જ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન કરવા માટે પણ જાગ્રત કરવામાં આવી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલથી પણ કોઈને ન બતાવશો આ 4 સપના, આવા સમયે ચૂપ રહેવામાં જ છે સમજદારી, નહી તો લાભને બદલે થશે નુકશાન