Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સામે લડીને સાજા થયેલા ફૈઝલે વીડિયો જાહેર કરી આ અપીલ

કોરોના સામે લડીને સાજા થયેલા ફૈઝલે વીડિયો  જાહેર કરી આ અપીલ
, શુક્રવાર, 3 એપ્રિલ 2020 (12:12 IST)
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશના અનેક વિસ્તારોમાં જઈ રહેલા ડોકટરો અને મેડિકલ ટીમ સાથે કેટલાક લોકો અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે. આવા લોકો માટે હાલ જ કોરોનાવાયરસ સામે લડીને સાજા થયેલા સુરતના ફેઝલ કરીમ ચુનારાની અપીલ સાંભળવી એ ખૂબ જ જરૂરી છે. દુબઈમાં વેપાર કરનાર ફૈઝલે લોકોને અપીલ કરી છે કે તેઓ ડોક્ટર અને સરકારને સહયોગ આપે. ફૈઝલે જણાવ્યું છે કે, આ સાચો સમય છે પોતાનું દેશ પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો.. સાથે ફૈઝલે સરકારી હોસ્પિટલમાં સારવારની પધ્ધતિ અને ડોકટરોની પણ ખુબ જ પ્રશંસા કરી હતી. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફૈઝલ સાથે વિડીયો કોંફરન્સથી વાત કરી કરી તેની તબિયતની જાણકારી મેળવી હતી.
 
 
સાજા થયા બાદ ફૈઝલે લોકોને સંબોધિત કરતા જય હિન્દથી શરૂવાત કરી હતી. ફૈઝલે જણાવ્યું હતું કે, તે 16મી માર્ચે દુબઈ થી સુરત આવ્યો હતો અને 19મી તારીખે શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સામેથી જ સરકારી હોસ્પિટલમાં ગયો અને ટેસ્ટ કરાવ્યો તો દુર્ભાગ્યવશ કોરોના પોઝીટીવ આવ્યો. લોકોના સંપર્કમાં જવા થી બચો અને તેમાં જ ફાયદો પણ છે. 14 દિવસના થોડા અઘરા જશે પણ સારવાર દરમ્યાન રોજીંદુ કામકાજ ચાલુ રહેશે અને ડોકટરો તમને હાઈ પ્રાયોરિટીમાં રાખશે. તમારું જમવાનું, સારવાર અને દૈનિકચર્યા બની  શકે તેટલી તેઓ સાચવવાનો પ્રયત્ન કરે છે. તો ડરવાની જરૂર બિલકુલ પણ નથી કારણકે મેં સારવાર લીધી છે એટલે કહી શકું કે સરકારી હોસ્પિટલની સર્વિસ આઉટ સ્ટેન્ડિંગ છે.
 
તેઓએ સિવિલ હોસ્પિટલના વખાણ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સરકારને સમર્થન આપવાનો સાચો સમય છે . બીજા દેશોની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો. પ્રાર્થના કરીએ છે કે આપણા દેશની પરિસ્થિતિ આવી ન થાય. હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે તો ભારત સરકારને સહકાર આપીએ. આવો મોકો આપણને બીજી વાર નહીં મળે. જે આપણા દેશ, આપણા પરિવાર અને ભવિષ્ય માટે સારૂ જ છે. નહિતર બીજા દેશોની જે હાલત છે તે જોઈ શકાય છે.
 
ફૈઝલે લોકોને અપીલ કરી હતી કે તેઓ સામે થઈ ડોકટરની પાસે જાય, જેનથી લોકોને જ લાભ થશે અને આ એવી કોઈ બિમારી નથી કે સાજી ન થઈ શકે. જેટલા પણ વિદેશ થઈ આવેલા લોકો છે તે સામે થી જ ડોક્ટરને બતાવે..ગભરાવાની જરૂર બિલકુલ નથી. જો તમે મોડા થશો તો ડોક્ટરો પણ તમને બચાવી શકશે નહીં. ઘરે રહો અને આ રોગને હળવાશ થી નહિ લો . તેની ગંભીરતાને સમજો અને સરકારને સહયોગ આપો અને ફૈઝલે જય હિન્દ અને જય ભારતથી તેની અપીલનો અંત કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોંફરન્સથી ફૈઝલ સાથે વાત કરી હતી અને તેના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં વધુ 7 કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમા કોરોનાના કેસ સંખ્યા 95 પહોંચી, હજુ થોડા દિવસ વધુ સચેત રહેવાની છે જરૂર