Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં થશે વધારો

25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં થશે વધારો
, સોમવાર, 22 નવેમ્બર 2021 (18:08 IST)
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. શનિવારની રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઇ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શકે છે.
 
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા થોડા દિવસ દરમિયાન શનિવારે ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે દિવસ દરમિયાન મહેસાણાના ખેરાળુ, સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડનગર-વડાલી-ખેડબ્રહ્મામાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
 
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોનવેજની લારીઓને લઈને વિવાદ