Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

અમદાવાદ સહીત રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો ચમકારો

cold
, બુધવાર, 15 નવેમ્બર 2023 (08:08 IST)
ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે.  
 
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં શિયાળાના આગમનની છડી પોકારતી ગુલાબી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમા ઠંડીનો ચમકારો વધતા તાપણા તૈયાર રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજના હવામાના આંકડાની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે વડોદરા 18 ડિગ્રી, ડિસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 19 ડિગ્રી અને નલીયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
 
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. 24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતના દિગ્ગ્જ ઉધોગપતિનું નિધન, ઓબેરોય હોટલ્સના એ ઉદ્યોગપતિ કે જેમણે ભારતમાં હોટેલ બિઝનેસનું ચિત્ર બદલી નાખ્યું