Oberoi Group Chairman Prithvi Raj Singh
ભારતના દિગ્ગ્જ ઉધોગપતિનું નિધન, ઓબેરોય હોટલ્સના સરક્ષક પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન, એ
ઓબેરોય ગ્રુપના અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન થયું છે. આ માહિતી ઓબેરોય ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. હકીકતમાં, માહિતી અનુસાર, PRS ઓબેરોયે આજે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પીઆરએસ ઓબેરોય ભારતમાં હોટેલ બિઝનેસનો ચહેરો બદલવા માટે જાણીતા હતા
ઓબેરોય ગ્રુપની ઘણી મોટી જવાબદારીઓ સંભાળી
પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનો જન્મ વર્ષ 1929માં દિલ્હીમાં થયો હતો. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ EIH લિમિટેડના મુખ્ય શેરહોલ્ડર 'ઓબેરોય હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર હતા.
ઓબેરોય ગ્રુપ લક્ઝરી હોટલની બ્રાન્ડ છે.
પીઆરએસ ઓબેરોયે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. EIH લિમિટેડની વેબસાઈટ અનુસાર, આ જૂથની ઘણા દેશોમાં લક્ઝરી હોટેલ્સ પણ છે અને તેની સાથે આ જૂથે હોટલ અને રિસોર્ટના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે "ઓબેરોય" લક્ઝરી હોટેલ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે અને તેની સેવા માટે લોકોની પસંદગી પણ બની ગઈ છે.