Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GCMMFના ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજીભાઇ હુંબલ સર્વાનુમતે ચૂંટાયા

GCMMFના ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજીભાઇ હુંબલ સર્વાનુમતે ચૂંટાયા
, શુક્રવાર, 24 જુલાઈ 2020 (13:14 IST)
ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ રામસિંહ પી પરમાર, ચેરમેન, ખેડા જિ.સ.દૂ.ઉ.સં.લિ., આણંદ ધ્વારા કરવામાં આવ્યો હતો અને શંકરભાઇ ચૌધરી, ચેરમેન, બનાસકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., પાલનપુર ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
 
ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ.,કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ જેઠાભાઇ જી ભરવાડ ચેરમેન, પંચમહાલ જિ.સ.દૂ.ઉ.સં.લિ., ગોધરા ધ્વારા કરવામાં આવ્યો હતો અને મોહનભાઇ આર ભરવાડ, ચેરમેન, અમદાવાદ જિ.સ.દૂ.ઉ.સં.લિ. અમદાવાદ ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
 
અમૂલ ફેડરેશનના ચેરમેનની ચુંટણી ડેપ્યુટી કલેકટર, આણંદની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેનઓ હાજર રહયા હતા. અમૂલ ફેડરેશન એ વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવે છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.
webdunia
અમૂલ ફેડરેશન ભારતની રૂા.૩૮,૫૪૨ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા "અમૂલ"  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો ધ્વારા રાજયના ૧૮,૫૬૨ થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.
 
શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સાબરડેરીના ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૦ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂા. ૫૭૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા ૩.૮૦ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજયના મોટો દૂધ ઉત્પાદક સંઘમાનો એક એકમ છે.
 
વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સરહદ ડેરીના ચેરમેન તરીકે વર્ષ ૧૧ વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂા. ૫૫૦ કરોડથી વધુ ટર્નઓવર કરેલ તથા લગભગ ૧ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલ છે.
 
આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેનએ જણાવ્યું હતું કે તેમના માટે ઘણા સૌભાગ્ય અને ગૌરવની ક્ષણ છે કે તેમને ડો. કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કરેલ હતું ત્યાં ચેરમેન બનવાનો મોકો મળેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા ૭૦થી વધુ વર્ષથી સફળ છે કારણકે આ સંસ્થામાં સિધ્ધાંત અને નૈતિકતાના ગુણો ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ હતા. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઉંચી સિધ્ધીઓ હાંસલ કરશે.
 
વાઇસ ચેરમેન, અમૂલ ફેડરેશને વધુમાં જણાવ્યુ કે એનડીડીબી ધ્વારા અમૂલ મોડલને સમગ્ર ભારતમાં પ્રસરાવવાથી ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનેલ છે. અમૂલ ફેડરેશન દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ધનિષ્ઠતાથી કામ કરતું રહેશે કે જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજયના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરો પાડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ બનશે ગુજરાતના નવા પોલીસ વડા? 13 નામોની યાદી કેન્દ્રને મોકલાઈ