Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ બનશે ગુજરાતના નવા પોલીસ વડા? 13 નામોની યાદી કેન્દ્રને મોકલાઈ

કોણ બનશે ગુજરાતના નવા પોલીસ વડા? 13 નામોની યાદી કેન્દ્રને મોકલાઈ
, શુક્રવાર, 24 જુલાઈ 2020 (13:05 IST)
રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડીજીપી શિવાનંદ ઝા ને હવે એક્સટેન્શન નહિ મળે. ત્યારે ગુજરાતના નવા ડીજીપી માટે કેન્દ્રને કેટલાક નામોની યાદી મોકલવામાં આવી છે. ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે. કેન્દ્રમાંથી લીલીઝંડી મળ્યા બાદ નવા ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના ડીજીપી શિવાનંદ ઝા 31 જુલાઈના રોજ નિવૃત્ત થવાના છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝાને અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ કે શર્મા, ટી. એસ. બિષ્ટ, સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય સહિત 13 નામોની યાદી કેન્દ્રમાં મોકલવામાં આવી છે. આ યાદીમાંથી 3 નામો નિશ્ચિત થશે. લોકડાઉનને કારણે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. પહેલાં તેઓ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ કોરોનાને કારણે તેઓ જુલાઈ 2020માં નિવૃત્ત થશે. એટલે આ મહિનો શિવાનંદ ઝાનો અંતિમ મહિનો છે. શિવાનંદ ઝા 2018માં ગુજરાતના 37માં પોલીસ વડા બન્યા હતા. મૂળ બિહારના અને 1983ની બેચના IPS શિવાનંદ ઝાનો જન્મ 1960માં થયો હતો. તેઓ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના હોદા પર ફરજ બજાવી ચૂક્યા છે. એસએસ ખંડવાવાલા બાદ 10 વર્ષ પછી ગુજરાતના કોઇ ડીજીપીને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત સહિતના વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવાની વિચારણા