Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, દર્શન માટે તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે

ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, દર્શન માટે તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે
, મંગળવાર, 26 મે 2020 (12:24 IST)
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. જ્યારે 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે. માર્ચમાં સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યાની અફવા ફેલાઈ હતી. પરંતુ તેઓએ મંગળવારે(આજે) મોડી રાતે તેમને દેહત્યાગ કર્યો હતો.  મૂળ ચરાડા ગામ વતની પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આ માતાજીએ છેલ્લા 86 વર્ષથી નથી ખાધું કે નથી પીધું. અને આજ કારણથી સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. ચુંદડીવાળા માતાજીની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી હતા. ચુંદડીવાળા માતાજીનું મહત્વ એટલુ હતું કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવતા હતા. સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ હતો. ચુંદડીવાળા માતાજીને પૂજવાથી બધા દુઃખ દૂર થાય છે તેવી લોકોમાં માન્યતા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીઓમાં લાગી આગ, 200 ઝૂંપડીઓ બળીને ખાખ