Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માં અંબાના ધામમાં મળે સસ્તું પેટ્રોલ-ડીઝલ, પડોશી રાજ્યમાંથી વાહનોની લાગે છે લાંબી લાઇનો

માં અંબાના ધામમાં મળે સસ્તું પેટ્રોલ-ડીઝલ, પડોશી રાજ્યમાંથી વાહનોની લાગે છે લાંબી લાઇનો
, ગુરુવાર, 7 એપ્રિલ 2022 (10:24 IST)
હાલમાં સતત પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેના લીધે મોંઘવારીએ પણ માઝા મુકી છે. ત્યારે જો કાંઇ સસ્તું ઇંધણ મળતું હોય તો લોકો ત્યાં જવાનું પસંદ કરે છે. ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવે વાહનચાલકોને પરેશાન કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહ્યા છે. પેટ્રોલના ભાવે તો સદી વટાવી દીધી છે. 
 
જો કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વધારે ખરાબ સ્થિતિ છે, ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં રાજસ્થાનમાં પેટ્રોલ પ્રતિ લિટરે 15 રૂપિયા જેટલુ મોંઘુ વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવ ત્રણ રૂપિયા જેટલા વધારે છે. સ્થિતિ એવી છે કે, રાજસ્થાનના વાહનો પેટ્રોલ ભરાવવા માટે અંબાજી આવની રહ્યા છે જેના કારણે ત્યાંના પેટ્રોલ પંપ પર હમણાથી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
 
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવે 100 રૂપિયાનો આંકડો પાર કરતાં ગુજરાતના વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. જો કે, અંબાજીથી માત્ર 12થી 15 કિમી દૂર આવેલા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. અહીં એક કે બે રૂપિયા નહીં પરંતુ પ્રતિ લિટરે 15 રૂપિયા જેટલો મોટો તફાવત છે.
 
રાજસ્થાનના ખાસ કરીને મોટા વાહનો પેટ્રોલ અને ડીઝલ માટે ગુજરાતમાં આવી રહ્યા હોવાથી ત્યાંના પેટ્રોલ પંપના માલિકા માટે પણ મુશ્કેલીભર્યો સમય ઉભો થયો છે. ગુજરાતમાં ભાવ ઓછો છે અને રાજસ્થાનમાં વધારે છે ત્યારે ત્યાંના પેટ્રોલ પંપના માલિકો પેટ્રોલ તેમજ ડીઝલને GST હેઠળ લાવવાની માગ કરી રહ્યા છે. જેથી, વન નેશન વન ટેકસની જેમ દેશના તમામ રાજ્યોમાં ભાવ સરખો રહે.
 
અંબાજીના પેટ્રોલ પંપ પર ગુજરાત અને રાજસ્થાન પાસિંગના વાહનોની કતારો જોવા મળી રહી છે. ગુજરાતથી રાજસ્થાન જતાં વાહનો પણ અહીંયાથી જ ટાંકી ફુલ કરાવીને જઈ રહ્યા છે જેથી તેમને ત્યાં જઈને વધારે રૂપિયા ખર્ચવા ન પડે. રાજસ્થાનના વાહનચાલકોને આકર્ષિત કરવા માટે કેટલાક કંપનીવાળાએ તો ‘ગુજરાત સે સસ્તા પેટ્રોલ’ના મોટા હોર્ડિંગ પણ લગાવ્યા છે. જો કે, આ વાત વાહનચાહકોને આકર્ષિત કરી રહી નથી. રાજસ્થાનના પેટ્રોલ પંપના માલિકોએ પેટ્રોલ અને ડીઝલ પર પણ જીએસટી લાગુ કરવાની માગ કરી છે. જેથી તમામ રાજ્યોમાં એકસમાન ભાવ રહે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેશ પટેલ બનશે ગુજરાતના 'નરેશ' નો ચહેરો..પ્રશાંત કિશોર તૈયાર કરશે રણનિતી, ગુજરાત માટે કોંગ્રેસનો આ છે પ્લાન