Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની

સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની
, શુક્રવાર, 10 માર્ચ 2023 (11:17 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને ભરૂચમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. ભરૂચના રૂહુલઅમીન પટેલ જનરલ હોસ્પિટલ ખાતે ૬ વર્ષ કરતા પણ વધુ સમયથી જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને દવાનું વેચાણ કરી રહ્યા છે. 
 
આ ઉપલબ્ધિની બીજી બાજુ એ છે કે, જેનેરીક દવા ખરીદીને લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચાઇ જતી તગડી રકમની પણ બચત કરી શક્યા છે. બજારમાં મળતી મોંઘીદાટ દવાની સામે જન ઔષધિ કેન્દ્રમાં ૫૦ થી ૯૦ ટકા સુધી સસ્તી દવા અને સર્જીકલ ઉપકરણોનું વેંચાણ થાય છે. જેમાં ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર , દુ:ખાવો સહિત ૧૭૫૯ પ્રકારની દવા અને ૨૮૦ પ્રકારના સર્જિકલ ઉપકરણ ઉપલબ્ધ હોય છે તેવું ભરૂચ ખાતે યોજાયેલા જન ઔષધિ દિવસના ભરૂચના રૂહુલઅમીન પટેલ ઉજવણી કાર્યક્રમમાં જણાવ્યું હતું. 
 
વધુમાં તેણીએ ઉમેર્યું હતું કે, ભરૂચ જીલ્લામાં લોકોમાં જેનેરીક દવાઓ પ્રત્યે જાગૃતિ અને વિશ્વાસ પેદા થાય તે માટે તેઓ સેમિનાર, નિશુલ્ક આરોગ્ય કેમ્પ, ફ્રી હેલ્થ ચેકઅપ, સ્ત્રીઓમાં માસિકમાં હાઇજીન જાળવવાને લઇને માહિતી તથા ફ્રી સેનીટરી પેડનું વિતરણ વગેરે કાર્યક્રમો પણ કરવા જોઈએ. તેમજ પ્રધાનમંત્રી જનઔષધિ યોજના અંર્તગત મોડ્યુલનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. 
 
આ કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી સસ્તી દવા અને મેડીકલ ઉપકરણો મળી રહે તેવા જન ઔષધી કેન્દ્રો સરકાર ચલાવી રહી છે તેની જાણકારી પહોંચાડી રહ્યા છીએ. દર માસે જે દવા લોકોને ખરીદવી પડતી હોય છે તે સસ્તા ભાવે મળતી હોવાથી લોકોની બચત થઇ રહી છે. દા.ત તરીકે મહિલાઓ પીરીયડમાં બજારમાંથી જે મોંઘા પેડ ખરીદે છે તે જ જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૪માં ચાર પેડ મળે છે. તેમજ જે લોકોને દર માસે રૂ.૧૦ હજાર દવાનું બિલ ચુકવવું પડતું હતું તે દવા રૂ. ૨૦૦૦ની મળતી થતાં લોકોને ભારે બચત થઇ રહી છે. 
 
કેન્દ્ર અને રાજય સરકારની આ પહેલના કારણે નાગરીકોને મોંઘીદાટ દવા ખરીદવામાંથી રાહત મળી છે. નાણાકીય બચત થતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમજ સ્ટોર શરૂ કરવા તથા કાર્યરત રાખવા સ્ટોરના કાર્યકાળ દરમિયાન રૂ.૫ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ ખાસ મહિલાઓ , દિવ્યાંગો, અનુસુચિત જાતિ / જનજાતિ વગેરેને ખાસ પ્રોત્સાહક રકમ રૂ. ૨ લાખની સહાય અપાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરમતી આશ્રમની મુલાકાતથી ઓસ્ટ્રેલિયન પીએમ થયા અભિભૂત, કહ્યું 'ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે'