2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભૂપેન્દ્ર ભાયાણી વિસાવદર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ બેઠક પરથી હારી ગયેલા ભાજપના નેતા હર્ષદ રિબડિયાએ AAP નેતાની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. આ દરમિયાન, ડિસેમ્બર 2023 માં, ભૂપેન્દ્ર ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા, જેના કારણે આ બેઠક ખાલી થઈ.
આપ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ અહીંથી ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હકીકતમાં, જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023 થી ખાલી પડી છે, જ્યારે ભાયાણી રાજીનામું આપીને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. અગાઉ 12 માર્ચે ગુજરાત હાઈકોર્ટે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી તત્કાલિન AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીની જીતને પડકારતી ભાજપના નેતા હર્ષદ રિબડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ચૂંટણી અરજીનો નિકાલ કર્યો હતો. જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો હતો.