રાજ્યમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે. બે-અઢી મહિના પહેલાં નવા કેસનો આંકડો 14 હજારથી ઉપર પહોંચી ગયો હતો. હવે દરરોજ 1200 જેટલા કેસ આવી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવતાં જ રાજ્ય સરકારે હેર સલૂન સહિત તમામ વેપાર-ધંધાને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપી છે. કોરોનાના કેસ ઘટતાં જ સરકારે ધીમે ધીમે પ્રતિબંધો દૂર કરવા દીધા છે. જોકે નાઇટ કરફ્યુંમાં કોઇ ઢીલ આપવામાં આવી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ત્યારે ફરી એકવાર બજારો ધમધમતા થશે.
મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધી નાઇટ કરફ્યું પર અમલ
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે