Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં આ રૂટ પર દોડશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત

દેશમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં આ રૂટ પર દોડશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (11:49 IST)
સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.  સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે બુલેટ ટ્રેન આપને જણાવી દઈએ કે પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે દેશમાં પહેલી વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સપ્ટેમ્બરમાં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ- રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી ક