Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ચેતેશ્વર પૂજારાના સાળા  વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ
, ગુરુવાર, 28 નવેમ્બર 2024 (09:52 IST)
Rajkot Cheteshwar Pujara relative- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે રાજકોટના માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
 
લગ્નની લાલચ આપીને શારીરિક સબંધ બાંધવાનો આરોપ જીત પાબારી પર પૂર્વ મંગેતર દ્વારા લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે સગાઈ થયા પછી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ મથકમાં જીત પાબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
 
રાજકોટ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જીત પાબારીએ બે વર્ષ પહેલા લગ્નની લાલચ આપીને ફરિયાદી સાથે બળાત્કાર કર્યો હતો. હવસ સંતોષાઈ ગયા બાદ સગાઈ તોડી નાંખવામાં આવી હતી.
 
આરોપીએ સગાઈ તોડ્યા પછી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.
 
સગાઈ પછી બળાત્કારની ઘટનાઓ પછી ફરિયાદીને ધમકાવવામાં આવી હતી એવું તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે. તેણે એમ પણ ફરિયાદમાં કહ્યું છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી.
 
ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું કે, "લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. હજી સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ. તપાસ અને પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ