Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નશેડી વરરાજા સાથે DJ પર ડાંસ નહોતી કરવા માંગતી દુલ્હન, જીદ કરતા તોડી નાખ્યા લગ્ન

નશેડી વરરાજા સાથે  DJ પર ડાંસ નહોતી કરવા માંગતી દુલ્હન, જીદ કરતા તોડી નાખ્યા લગ્ન
, સોમવાર, 7 જૂન 2021 (14:31 IST)
લગ્ન અને વરઘોડામાં દારૂ પીવી અને ખૂબ મસ્તીમાં નાચવુ આજકાલ જાણે કે ફેશન બની ગઈ છે. લગ્ન સમારંભમાં જાનૈયાઓને નશામાં જોવા મળે છે. અનેકવાર તો વરરાજા પણ જાનૈયાઓની સોબતમાં નશો કરીને વિચિત્ર હરકતો કરવી શરૂ કરી દે છે. પણ પછી તેને તેનુ નુકશાન ઉઠાવવુ પડે છે. આવો જ એક મામલો યૂપીના પ્રતાપગઢથી સામે આવ્યો છે.  અહી લગ્ન સમારંભમાં લાગેલ ડીજે પર નશામાં ઘુત જાનૈયાઓ ડાંસ કરી રહ્યા હતા.  વરરાજા પણ નશામાં ધૂત હતો.  એવુ કહેવાય રહ્યુ છે કે નાસ્તો બનાવનારા મોઢા પર એક જાનૈયાએ પત્તલ ફેંકી. ત્યારબાદ મારપીટ શરૂ થઈ ગઈ.  થોડીવાર પછી જયમાળાની વિધિ શરૂ થઈ.  
 
રીતિ રિવાજ પુરા થયા પછી વધુ પરત પોતાને ઘરે જઈ રહી હતી તો વચ્ચે જ વરરાજાએ વધુનો હાથ પકડી લીધો. નશેડી વરરાજાની આ હરકત જોઈને વધુનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો.   વરરાજા વધુ ને ડીજે પર સાથે ડાંસ કરવાની જીદ કરી રહ્યો હતો. વરરાજાની હરકત જોઈને વધુએ લગ્નની ના પાડી દીધી.  વધુએ લગ્ન કરવાની ના પાડી દીધી છે એ વાત જાનૈયાઓ અને લગ્નમાં હાજર સૌના કાન સુધી પહોંચી ગઈ, અને બધા ગભરાય ગયા. ત્યારબાદ ત્યા મારામારી શરૂ થઈ ગઈ.  છોકરીવાળાઓએ વરરાજા અને પીધેલા જાનૈયાઓને બંધક બનાવી લીધા. 
 
માનઘાતા પોલીસ મથકના ટિકરી નિવાસી સમર બહાદુર વર્માની પુત્રીના લગ્ન રવેન્દ્ર વર્મા રહેવાસી કુટિલિયા અહિના સાથે નક્કી થયા હતા. શનિવારે જાન ગઈ હતી. બધા નાસ્તો કરી રહ્યા હતા.  એવુ કહેવાય રહ્યુ છે કે નશામા ધુત એક જાનૈયાએ નાસ્તો બનાવનારા મોઢા પર ભેલથી ભરેલો વાડકો ફેંક્યો. જેના પર બંને પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ. વડીલોએ વાતાવરણ ઠંડુ કર્યુ. ત્યારબાદ વરરાજાનો ભાઈ પંખો કરી રહ્યો હતો તો જાનૈયાઓએ તેને ધક્કો મારીને પાડીને માર માર્યો. ત્યારબાદ ફરીથી મારામારી શરૂ થઈ. પણ લોકોએ વચ્ચે પડીને ફરી બધુ શાંત કરાવ્યુ. રાત્રે લગભગ 11.30 વાગે ફુલહાર થવાના સમયે વરરાજાએ વધુનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી અને સાથે ડાંસ કરવાનુ દબાણ બનાવવા લાગ્યો. જેના પર વધુ ભડકી ગઈ અને વરરાજાને નશામાં ધૂત બતાવીને લગ્નની ના પાડી દીધી. ત્યારબાદ વધુ પક્ષે વરરાજાને અને નશામાં ધૂત જાનૈયાઓને બંધક બનાવી લીધા. અનેક જાનૈયાઓને મેથીપાક ચખાડ્યો.  ખૂબ માન મનામણા પછી જાનૈયાઓને છોડી દેવામાં આવ્યા. પણ વરરાજા અને તેના પરિવારના લોકોને ન છોડ્યા.  વધુ પક્ષ લગ્નનો ખર્ચ પરત કરવાની માંગ કરવા લાગ્યા. 
 
માનઘાતા પોલીસને સૂચના આપવામાં આવી પણ પોલીસે કહ્યુ કે સવારે 9 વાગે આવીશુ. એ પહેલા બધી પંચાયત ખતમ કરી લો. રવિવારે માનઘાતા પોલેસની હાજરીમાં વધુને પુછવામાં આવ્યુ તો તેને લગ્નની ના પાડી દીધી. ત્યારબાદ વધુ પક્ષે લગ્નમાં ખર્ચ કરાયેલા ચાર લાખ રૂપિયા અને એક લાખના દાગીના માંગ્યા. વર પક્ષે પાંચ લાખ ચુકવ્યા.  ત્યારબાદ વરરાજા અને તેના પરિજનોને છોડી દેવામાં આવ્યા.  માનઘાતા એસઓ શ્રવણ કુમાર સિંહનુ કહેવુ છે કે બંને પક્ષે પરસ્પર સમજૂતી કરી લીધી અને પોલીસે કોઈને કોઈ સજા નથી કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિતા બન્યો યમરાજ, પુત્રની ઇચ્છામાં પત્ની સહિત બે પુત્રીઓને કૂવામાં ફેંફ્યા, 8 વર્ષની પુત્રીનું મોત થયું