Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

પિતા બન્યો યમરાજ, પુત્રની ઇચ્છામાં પત્ની સહિત બે પુત્રીઓને કૂવામાં ફેંફ્યા, 8 વર્ષની પુત્રીનું મોત થયું

crime news in gujarati
, સોમવાર, 7 જૂન 2021 (14:08 IST)
મધ્ય પ્રદેશના છતરપુરથી એક દિલ થંભી જવાતી એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ દરિંદગીની હદ પાર કરી નાખી અને તેની બે પુત્રીઓ અને તેની પત્નીને કૂંવામાં ફેંકી દીધું. જેમાં તેની 8 વર્ષની દીકરીની પાણીમાં ડૂબવાથી મોત થઈ ગઈ. તેમજ જ્યારે કૂવામાં પકુવામાં પડી ગયેલી માતાએ તેના ત્રણ મહિનાની દીકરી અને પોતાને ડૂબવાથી બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પતિએ પથ્થર મરવા લાગ્યા. ખરેખર આ માણસની ત્રણ પુત્રીઓ હતી, અને આ વાત તેને મંજૂર નહોતી, તેથી તેણે આ પગલું ભર્યું.
 
 
આ કિસ્સો ચાંદલા પોલીસ સ્ટેશન વિસ્તારના પડોઈ ગામનો છે. 
આરોપી ભૈયા યાદવ ડઢિયા ગામનો રહેવાસી છે, તે અહીં તેની પત્ની બીટ્ટી અને ત્રણ પુત્રી સાથે રહે છે.
 
 
ડૂબવાથી 8 વર્ષની દીકરીની મોત થઈ 
યાદવની 3 પુત્રી છે. મોટી પુત્રીની ઉંમર 10 વર્ષ, બીજી વર્ષની ઉંમર 8 વર્ષ અને ત્રીજી પુત્રીની ઉંમર 3 મહિના છે. રવિવારે બપોરે યાદવ તેની પત્ની બીટ્ટી અને 3 મહિનાની અને 8 વર્ષની પુત્રીને સાસરિયા પન્ના જિલ્લાના લૌલાસ ગામથી બાઇક પર પરત લાવી રહ્યો હતો. તે દરમિયાન, તેણે રસ્તા પર દૂર તેમની બાઇક રોકી. અને અહીં તેમને કૂવા પાસે લઈ ગયો અને ત્રણેયને તેમાં ધકેલી દીધું. આ દરમિયાન કૂવામાં ડૂબવાથી 8 વર્ષની બાળકીનું મોત થઈ ગઈ માતા ડૂબી નથી તો તેને પત્થર મારવા લાગ્યો. 
 
8 વર્ષની પુત્રીને તરવું નથી આવતો હોવાના કારણે તેની મોત થઈ ગઈ પણ માતા બિટ્ટીને તરવુ જાણતી હતી. આ કારણે તે તેમને ખોડામાં લઈ 3 મહીનાની દીકરીની સાથે તરીને કૂવાની દીવાલના મદદથી ઉપર આવવાની કોશિશ કરવા લાગી. તો તે તેના પર પત્થર ફેંકવા લાગ્યો જેથી તે મરી જાય ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો જેમ-તેમ બિટ્ટી 3 મહીનાની બાળકીની સાથે કૂવાથી બહાર આવી ચાંદલા થાના પહોંચી અને ઘટનાની જાણકારી આપી. 
 
મારપીટ કરતો હતો જમાઈ દીકરીની સાથે 
બિટ્ટીના પિતાએ જણાવ્યું કે તેની પુત્રીના પતિએ પુત્રી સાથે મારપીટ કરતો હતો.  બિટ્ટીને 3 દીકરીઓ હોવાથી તેનો પતિ તેને સતત પરેશાન કરતો હતો. તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના 
કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તેમજ કુવામાં ડૂબવાથી મૃત્યુ પામેલી 8 વર્ષની પુત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવી પોલીસ દ્વારા પરિવારને સોંપાયો છે. તે જ સમયે, આરોપી રાજા ભૈયા યાદવ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાનો પ્રયાસ નોંધી તેની શોધ કરી રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?