Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

Todays Live News in Gujarati - આજે કેવું રહેશે હવામાન

Todays Live News in Gujarati  - આજે કેવું રહેશે હવામાન
, શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025 (08:59 IST)
અંબાલાલ પટેલની આગાહી મુજબ જાણો આજે કેવું રહેશે હવામાન 
અંબાલાલ પટેલની આગાહી મુજબ  15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે.

01:14 PM, 14th Feb
AMCનું વર્ષ 2025-26નું રૂ. 14001 કરોડનું વાર્ષિક બજેટ, ઈ-વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત
webdunia
અમદાવાદ મહાનગરપાલિકાનું 15 હજાર 502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે જણાવીએ કે, મહાપાલિકા કમિશનરે 14 હજાર 1 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું હતું. 0ફ્ટ બજેટમાં 1 હજાર 501 કરોડનો વધારો કર્યો છે.
 
-  એડવાન્સ ટેક્સ ચુકવનારને 12% રિબેટ મળશે 
-  3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચુકવશે તો 15% રિબેટ મળશે  
-  ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ કરનારાઓને વેરામાં 100% રાહત  
 

12:42 PM, 14th Feb
સુરતમાં મહિલા સાથે ગેંગરેપ અને લૂંટ, એક આરોપીની ધરપકડ 
webdunia
સુરત સ્માર્ટ સીટીની સાથે ક્રાઈમ સીટી પણ બનતુ જઈ રહ્યુ છે. ખાસ કરીને મહિલાઓને લગતા અપરાધ દિવસો દિવસ વધી રહ્યા છે. આવી જ એક ઘટના ગઈકાલે રાત્રે બની હતી. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી CCTV આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યની શોધખોળ હજી ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીર સોમનાથ જિલ્લામાં સરકારી શાળામાં છતનું પ્લાસ્ટર તૂટી પડ્યું, 7 વિદ્યાર્થીઓ ઘાયલ, માથા પર આવ્યા ટાંકા