ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે. લખનૌમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ લખનૌ સ્થિત વજીરગંજ કોર્ટમાં જોરદાર બોમ્બ ધમાકાથી લોકો દહેલી ઉઠ્યા છે. આ બોમ્બ ધમાકામા અનેક વકીલ ઘાયલ થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે લખનઉ બાર એસોસિએશનના પદાધિકારી પર કોર્ટની અંદર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે.
એવુ કહેવાય રહ્યુ છે કે એક બોમ્બ ફાટવાને કારણે કોર્ટમાં અફરાતફરી મચી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ધમાકો વકીલ સંજીવ લોઘીને નિશાના પર લઈને કરવામાં આવ્યો છે. હાલ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસ તેની તપાસ કરી રહી છે.