નવી દિલ્હી-લખનઉ અને મુંબઇ-અમદાવાદ વચ્ચે બે તેજસ એક્સપ્રેસ ટ્રેન સફળતાપૂર્વક દોડાવ્યા બાદ આઇઆરસીટીસી 16 ફેબ્રુઆરીથી વધુ એક પ્રાઇવેટ ટ્રેન દોડાવવા જઇ રહી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ નામથી આ પ્રાઇવેટ ટ્રેન વારાણસીથી ઇન્દોર વચ્ચે ચાલશે. આ જાણકારી અધિકારીઓએ બુધવારે આપી. રેલ મંત્રાલયના અનુસાર ઇન્ડીયન રેલ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) દ્વારા ચલાવવામાં આવેલી કાશી મહાકાલ એક્સપ્રેસને પહેલીવાર 16 ફેબ્રુઆરીના રોજ વારાણસીથી રવાના કરવામાં આવશે. ટ્રેનનું ઉદઘાટન થયા બાદ 20 ફેબ્રુઆરીથી તેનું વાણિજ્યિક પરિચાલન શરૂ થશે.
આઇઆરસીટીસીએ કહ્યું કે આ સુપરફાસ્ટ એરકંન્ડીશંડ (એસી)ટ્રેન જેમાં ઉંઘવા માટે બર્થ થશે. ટ્રેનમાં એક રાતમાં મુસાફરી કરવામાં આવશે, જોકે ટ્રેનના સમય વિશે હજુ જાહેરાત કરવામાં આવી નથી.
આઇઆરસીટીસીએ એક નિવેદનમાં કહ્યું કે કાશી મહાકાલ એક્સપ્રેસ વડે મધ્યપ્રદેશના ઇન્દોર નજીક આવેલા જ્યોર્તિલિંગ ઓમકારેશ્વર (ઇન્દોર), ઉજૈન સ્થિત મહાકાલેશ્વર અને ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ત્રણ તીર્થસ્થળ જોડાશે.
આ ઉપરાંત ઉદ્યોગ અને શિક્ષાનું કેન્દ્ર ઇન્દોર અને મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સાથે આ ટ્રેન જોડવામાં આવશે. વારાણસી અને ઉજૈન વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ પહેલાં ચાલનાર આ ટ્રેન ઉજૈન, સંત હીરાનગર (ભોપાલ), બીના, ઝાંસી, કાનપુર, લખનઉ/પ્રયાગરાજ અને સુલતાનપુરથી પસાર થશે. આઇઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવનાર કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રીજી કોર્પોરેટ ટ્રેન છે.
આઇઆરસીટીસીએ કહ્યું કે રાતની મુસાફરીને ધ્યાનમાં રાખતાં આ ટ્રેનમાં મુસાફરો માટે ઉચ્ચ ગુણવત્તાનું શાકાહરી ભોજન, બેડરોલ અને હાઉસકીપિંગ સર્વિસ જેવી સુવિધાઓ સાથે-સાથે દરેક મુસાફરોને મુસાફરી દરમિયાન 10 લાખ રૂપિયાનું વિમા કવર આપવામાં આવશે.