Publish Date: Sun, 13 Feb 2022 (11:03 IST)
Updated Date: Sun, 13 Feb 2022 (11:06 IST)
ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી.નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં આજે રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી.