સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષ દ્રારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે શુક્રવારે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારો 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
6 મહાનગરપાલિકા માટે ભાજપે ઉમેદવારીઓની યાદી કરી જાહેર કરી છે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે.
ભાજપના તમામ ઉમેદવાર શુક્રવારે બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે લોકતાંત્રિક પદ્ધતિ, પારદર્શિતાથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નગર પાલિકાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકીટ આપવામાં આવી નથી.
નગરપાલિકામાં કોર્પોરેટરની ટર્મ પુરી કરનાર એક્સ ઉમેદવારો પણ ચૂંટણી લડી શકશે નહી. આ ઉપરાંત પરિવારવાદના ઉકેલ માટે પાર્ટીના પધાધિકારી, નેતા અથવા પ્રતિનિધિના સગા સંબંધીને પણ ચૂંટણી ટિકીટ આપવામાં નહી આવે. એક પ્રશ્નના જવાબમાં પાટીલે કહ્યું કે ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓએ મોટું દિલ રાખતાં નવા કાર્યકર્તાઓને અવસર આપવા માટે સ્થાન આપ્યું છે જે પાર્ટીની સૌથી મોટી પૂંજી છે.