Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકતાયાત્રા ફ્લોપ થતાં ભાજપે હોદ્દેદારોને આડેહાથ લીધા, ભીડ એકઠી કરવા આદેશ કરાયો

એકતાયાત્રા ફ્લોપ થતાં ભાજપે હોદ્દેદારોને આડેહાથ લીધા, ભીડ એકઠી કરવા આદેશ કરાયો
, ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:45 IST)
એક તરફ,સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ માટે પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે.આખુય સરકારી તંત્ર આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાગી પડયુ છે.ત્યારે બીજી તરફ,રાજ્યમાં એકતારથ યાત્રાને ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી જેના લીધે ભાજપના નેતાઓમાં ચિંતિત બન્યાં છે. આખરે ભાજપે હોદ્દેદારોને ખખડાવી એકતાયાત્રામાં ભીડ એકઠી કરવા આદેશ કર્યો છે. સાંસદો,ધારાસભ્યો,હોદ્દેદારોને હાજર રહેવા સૂચના,જિલ્લાના આગેવાનોને જવાબદારી સોંપાઇ ગુજરાતમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યાં છે.ઓછા વરસાદ,સિંચાઇના પાણીના અભાવે ખેતી નિષ્ફળ રહી છે.ચારેકોર પાણીના પોકારો ઉઠયાં છે. મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નએ ફેણ માંડી છે.આ સંજોગોમાં લોકોએ ભાજપથી ખફા છે જેના લીધે એકતાયાત્રામાં પાંખી હાજરી જોવા મળી રહી છે. સૂત્રોના મતે,ભાજપે તમામ જીલ્લા આગેવાનોને જવાબદારી સોંપી એકતાયાત્રાને પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેવો માહોલ સર્જવા જવાબદારી સોંપી છે. આ ઉપરાંત સતત ગેરહાજર રહેતાં સાંસદો,ધારાસભ્યો,બોર્ડ-નિગમોના ચેરમેનોને ય એકતાયાત્રામાં હાજર રહેવા સૂચના આપી છે. કાર્યકરોને એકતાયાત્રા હોય ત્યાં કાર-સ્કૂટર મોટી સંખ્યામાં લઇ જવા જણાવાયુ છે. એકતાયાત્રામાં ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓ,સરપંચો,શિક્ષકોને લઇ જવા આદેશ કરાયો છે. આમ,એકતાયાત્રાને સફળ બનાવવા ભાજપે સંગઠનને સક્રિય બનાવ્યુ છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું વેચાતું હોય એવું ગુજરાત બીજુ રાજ્ય બન્યું