Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધારાસભ્ય હર્ષદ રિબડીયા ના પુત્ર રાજન રિબડીયા પર જીવલેણ હુમલાના વિરોધમાં વિસાવદર સજજડ બંધ

ધારાસભ્ય હર્ષદ રિબડીયા ના પુત્ર રાજન રિબડીયા પર જીવલેણ હુમલાના વિરોધમાં વિસાવદર સજજડ બંધ
, સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (16:01 IST)
વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજ રિબડીયા તેમજ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ના પુત્ર રાજન રિબડીયા પર ગુંડા લોકો દ્વારા તલવાર થી જીવ લેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુમલાના વિરોધમાં આજે ગામ બંધનું એલાન અપાતાં વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું. બંધના સમર્થનમાં કૉંગ્રેસ ઉપરાંત ભાજપ અને આપ પણ આગળ આવ્યા હતા. ગામલોકોએ વિસાવદર પોલીસ સ્ટેશન પર પહોંચી લુખ્ખાગીરી કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. 
 
ઘણા સમય થી વિસવાદર શહેરમાં ગુંડાઓ દ્વારા આતંક ચાલી રહયો છે જેમાં વેપારીઓ પાસે ખડણી માગવી બહેનો ની છડે ચોક છેડતી કરવી ના બનાવો બની રહ્યા છે. જ્યારે રવિવાર ના રાત્રે આવા ગુંડાઓ દ્વારા ગામ માં ભય નો માહોલ ઉભો કરવામાં આવી રહીયો હતો
 
જૂનાગઢ જિલ્‍લાના વિસાવદરમાં પોલીસતંત્રની કોઈ ધાક ન હોવાથી બેફામ બનેલાં લુખ્ખાં તત્ત્વોએ ગત મોડી રાત્રિના કોંગી ધારાસભ્યના પુત્ર અને પિતરાઇ ભાઇ સહિતનાં પરિવારજનો પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી કારનો કચ્‍ચરઘાણ બોલાવી દીઘો હતો. આ ઘટનાના વિરોધ સાથે વિસાવદરમાંથી લુખ્ખાં તત્ત્વોને નેસ્તનાબૂદ કરવાની માગ સાથે આજે સવારથી વિસાવદર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્‍યું હતું, જેને કોંગ્રેસ, ભાજપ, આપ સહિત તમામ રાજકીય પક્ષો તથા ચેમ્‍બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું હોવાથી શહેરની તમામ દુકાનો-બજારો સજજડબંધ રહ્યાં હતાં. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ઘરી છે.
 
બનાવની વિગત જણાવતા ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કહ્યુ કે  ગત રાત્રિએ શહેરમાં એક નાસ્તાની રેકડી પર લુખ્ખાં તત્ત્વોની ગેંગે હપતાખોરીની માગ કરી હતી. એ વેળા ત્‍યાં હાજર મારા પુત્ર રાજનને રેકડીવાળાએ રજૂઆત કરી હતી, જેથી મારા પુત્ર રાજને લુખ્ખાં તત્ત્વોને આવી લુખ્ખાગીરી નહીં કરવાનું કહેતાં તેમણે તેના પર તલવાર વડે હુમલો કરતાં તેને હાથના ભાગે ઈજા પહોંચતાં તે તેના મિત્ર સાથે ત્‍યાંથી ભાગી ગયો હતો. બાદમાં રાજન તેના કાકા રાજ રીબડિયાને રામ મંદિર પાસે ઊભા રહીને વાત કરી રહ્યો એ સમયે ફરી લુખ્ખાઓ તલવારો અને પાઇપ જેવાં ઘાતક હથિયારો સાથે બાઈક પર આવી મારા પિતરાઇ ભાઇ રાજ અને પુત્ર રાજન પર જીવલેણ હુમલો કરી આડેધડ તલવારોના ઘા મારેલ ા,જેમાં રાજ રીબડિયાને માથાના ભાગે તલવાર મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ્દ છતા પણ માનતા પુરી કરવા ભક્તોનું ઘોડાપુર