Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AIMIM ચીફ ઓવૈસી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાનને મળ્યા, કોંગ્રેસમાં ફરી ભંગાણના એંધાણ

AIMIM ચીફ ઓવૈસી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાનને મળ્યા, કોંગ્રેસમાં ફરી ભંગાણના એંધાણ
, સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (13:04 IST)
ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ પહોંચ્યાં છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. તે ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે.
webdunia

તેઓ આજે સાબરમતિ જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે તે પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં પોલીસે તેમને રોકી લીધા હતાં. ઓવૈસી હોટેલથી નીકળીને દરિયાપુર પહોંચ્યા હતાં. જ્યાં ચારવાડમાં લોકોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ પરથી એવું કહી શકાય કે જો શહેજાદખાનને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકિટ નહીં મળે તો તેઓ AIMIMમાંથી ચૂંટણી લડશે. હાલ ઓવૈસી મિરઝાપુર જવા રવાના થયાં છે. તેમની સાથે 10 કાર અને 200 જેટલી બાઈક છે. જેથી સમગ્ર વિસ્તારમાં મિની રોડ શો જેવો માહોલ જોવા મળ્યોછે.
webdunia

કોંગ્રેસના શહેજાદખાન ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેપ્ટન આઉટ હવે ગહલોતનો વારો પંજાબના ફેરબદલથી રાજસ્થાનમાં રાજકરણ ગરમાયુ